મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબી ઝુલતો પુલ દુર્ઘટનાને બે વર્ષ પુરા, 30 ઓક્ટોબર 2022ના રોજ સર્જાયેલી...

મોરબી ઝુલતો પુલ દુર્ઘટનાને બે વર્ષ પુરા, 30 ઓક્ટોબર 2022ના રોજ સર્જાયેલી દુર્ઘટનામાં માસુમ બાળકો સહીત 130થી વધુ લોકોએ ગુમાવ્યા હતા જીવ…

30-10-2024 બુધવારના રોજ સવારે 9-00 થી બપોરે 1-30 વાગ્યા સુધી ઝુલતા પુલ અકસ્માતમાં દિવ્યાંગ આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટનાને 2 વર્ષ વીતી ગયા છે અને 3 વર્ષ શરૂ થયા છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે મોરબી-2, ઝુલતાપુલ, મહાપ્રભુજીની બેઠક સામે, સામાકાંઠે વિસ્તાર, એલ.ઇ.કોલેજ રોડ પાછળ, ઝુલતાપુલ ખાતે તમામ જ્ઞાતિજનો માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિજનોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: અમેરિકાની આ કાર્યવાહીથી ભડક્યું ચીન, ‘વન ચાઇના’ નીતિથી પીછેહઠ કરવાનો આરોપ

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઇ વાઘાણી, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઇ, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, મુસાભાઇ બલોચ, સામાજિક કાર્યકરોએ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લિમ દિવ્ય આત્માઓના ઉદ્ધાર માટે હવનનું આયોજન કર્યું હતું. 30/10/2024 બુધવારના રોજ સવારે 9-30 થી બપોરે 1-00 દરમિયાન મયુર હોસ્પિટલ, ઝુલતાપુલ પાસેના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં દિવ્ય આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના તમામ હિન્દુ-મુસ્લિમ લોકોને શાંતિ હવનમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે જેથી દિવ્ય આત્માઓને શાંતિ (મોક્ષ) પ્રાપ્ત થાય. જય શાંતિ હવન મોરબી જુલ્તા પુલ અકસ્માતની બીજી વરસી નિમિત્તે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી દિવ્ય આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનોને વહેલી તકે યોગ્ય ન્યાય મળે. જેનો લાભ લેવા સામાજિક કાર્યકરોએ ઈચ્છા વ્યક્ત કરી છે. મોરબીની તમામ હિન્દુ મુસ્લિમ જનતાને મોટી સંખ્યામાં આવીને દાન આપવા સામાજિક કાર્યકરોએ અનુરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર