સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. આજે એટલે કે સોમવાર તેનો પહેલો દિવસ હતો. ચોમાસુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી શરૂ થતાં જ સંસદના બંને ગૃહોમાં હોબાળો મચી ગયો. બંને ગૃહોની કાર્યવાહી બે વાર મુલતવી રાખવી પડી. આગામી અઠવાડિયે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. લોકસભામાં 16 કલાક જ્યારે રાજ્યસભામાં 9 કલાક ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે.
આજે એટલે કે સોમવાર તેનો પહેલો દિવસ હતો. ચોમાસુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં હોબાળો મચી ગયો. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે સોમવારે લોકસભાની કાર્યવાહી ત્રણ વખત મુલતવી રાખ્યા બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. રાજ્યસભાની કાર્યવાહી પણ યોગ્ય રીતે શરૂ થઈ શકી નહીં.
વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી. આવકવેરા બિલ 2025 પર પસંદગી સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો. આ પછી, લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ પરંતુ પછી વિપક્ષી પક્ષના નેતાઓએ હંગામો શરૂ કર્યો, ત્યારબાદ કાર્યવાહી ફરીથી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આ પછી, રાજ્યસભામાં બિલ ઓફ લેડીંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું.