મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયભારતીય રોકાણકારો માટે સારા નસીબ લાવશે, ટ્રમ્પ થોડા દિવસોમાં શેર બજારમાં તેજી લાવશે

ભારતીય રોકાણકારો માટે સારા નસીબ લાવશે, ટ્રમ્પ થોડા દિવસોમાં શેર બજારમાં તેજી લાવશે

જો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જાય છે, તો તે ભારતીય રોકાણકારો માટે સારા નસીબ સાબિત થઈ શકે છે. શેરબજારની દૃષ્ટિએ જોઈએ તો ટ્રમ્પ પ્રમુખપદના સૌથી મજબૂત ઉમેદવાર છે અને તેમની આ જીતથી ભારતીય રોકાણકારોને ફાયદો થઈ શકે છે.

દુનિયાભરમાં બધાની નજર અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પર છે. ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત તરફ આગળ વધી રહ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા તરફ ઇશારો કરી રહ્યા છે. જો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જાય છે, તો તે ભારતીય રોકાણકારો માટે સારા નસીબ સાબિત થઈ શકે છે. અમે આ આગાહી કરી નથી, પરંતુ ગ્લોબલ બ્રેકેજ ફર્મ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. આવો જાણીએ જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તો ભારતના લોકોને શું ગિફ્ટ મળી શકે છે.

ટ્રમ્પ ભારત માટે લાવશે ગુડ લક

ગ્લોબલ બ્રેકેજ ફર્મ એમ્કે ગ્લોબલનું માનવું છે કે જો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત મેળવે છે તો ભારતીય શેર બજારમાં થોડા દિવસો માટે નાની તેજી જોવા મળી શકે છે. આનાથી ભારતીય રોકાણકારોને ફાયદો થઈ શકે છે. શેરબજારની દૃષ્ટિએ ટ્રમ્પ મજબૂત ઉમેદવાર છે.

બ્રોકરેજ ફર્મના અંદાજ મુજબ ટ્રમ્પની જીતથી ચીન પર ટેરિફ વધી શકે છે, જેના કારણે આડકતરી રીતે ભારત પ્રત્યેનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. વળી, તેનાથી ચીનમાં જતા વિદેશી રોકાણમાં ઘટાડો થઈ શકે છે અને તેઓ ભારત પરત ફરી શકે છે. ટ્રમ્પની આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ સ્ટોકમાંથી રેકોર્ડ ઉપાડ કર્યો છે. ઓક્ટોબર મહિના દરમિયાન એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાંથી આશરે 11.2 અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. ભારતના શેરબજારમાંથી એફઆઈઆઈના ખસી જવા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી સાથે સંકળાયેલી અનિશ્ચિતતા પણ હોવાનું કહેવાય છે.

ચીનને થશે નુકસાન

એમ્કે ગ્લોબલના મતે જો ટ્રમ્પ જીતશે તો ચીનના સ્ટોક્સને નુકસાન થશે. સાથે જ ભારતને આનો ફાયદો એટલા માટે પણ થશે કારણ કે ટ્રમ્પની જીત ભારત માટે રણનીતિક રીતે સકારાત્મક રહેશે અને બજારમાં એફપીઆઈનું રોકાણ વધશે. બ્રોકરેજે પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તેની ઇક્વિટી સ્ટ્રેટેજી ટીમનું માનવું છે કે ટ્રમ્પની જીતથી ટૂંકા ગાળાની રેલી થઇ શકે છે. આ રેલીનું ટકાઉપણું અર્નિંગ ગ્રોથ અને વેલ્યુએશન પર નિર્ભર કરે છે, જે બંને હાલ નબળા છે.

બ્રોકરેજ ફર્મના જણાવ્યા પ્રમાણે કમલા હેરિસ જીતશે તો શેરબજારમાં વેચવાલીની નવી લહેર શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો સૌથી મોટો પડકાર ટેરિફ રેટ હશે. આમ જોવા જઈએ તો તેમનું સૌથી મોટું લક્ષ્ય ચીનની નિકાસ રોકવાનું છે, પરંતુ તેની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે. અમેરિકાની ચૂંટણીના પરિણામોની અસર વિદેશી કરન્સી માર્કેટ પર પણ પહેલા જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર