પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી ગુસ્સે છે. આતંકવાદીઓ પરના હુમલા પછી, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો તોડી પાડી છે.
પાકિસ્તાને તીર્થસ્થળ કટરા પર ડ્રોન હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં અંધારપટ છે. સંરક્ષણ પ્રધાન નિયંત્રણ રેખા અને તમામ સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. બીજી તરફ, રાજસ્થાન સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે.