મેંગલુરુનો એક પરિવાર પણ બાંકુમાં અટવાયો છે. પરિવાર રજાઓ પછી પાછો ફરી રહ્યો હતો. હવે આ યાત્રા તેના માટે અણધારી મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ. તેઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા છે. પરિવાર મંગળવારે અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા મુંબઈ પરત ફરવાનો હતો.
ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને વિશ્વના ઘણા દેશોએ ટેકો આપ્યો હતો અને આતંકવાદ સામેની કાર્યવાહીમાં તેને મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. જોકે, કેટલાક દેશો એવા છે જે પાકિસ્તાનને ટેકો આપી રહ્યા છે જે આતંકવાદને પોષી રહ્યું છે. તુર્કી ઉપરાંત, અઝરબૈજાન પણ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે. ભારત આવી રહેલી ફ્લાઇટ અઝરબૈજાનમાં પાછી ઉતરી ગઈ, જેના કારણે લગભગ 250 મુસાફરો ત્યાં ફસાયેલા છે, આ દેશ તેમને સહકાર પણ આપી રહ્યો નથી.
પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી ભારતમાં પ્રવેશતી એક ફ્લાઇટને રોકવામાં આવી હતી. આ કારણે, લગભગ 250 ભારતીય મુસાફરોને લઈને જતું વિમાન પાકિસ્તાન સરહદથી પરત ફર્યું. હવે આ વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુમાં અટવાયું છે. આ વિમાન બાકુના હૈદર અલીયેવ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પાર્ક કરેલું છે.