સોમવાર, જાન્યુઆરી 5, 2026

ઈ-પેપર

સોમવાર, જાન્યુઆરી 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટમાં જાહેર સંપત્તિ સાથે ચેડાંની ઘટના, MLA GUJARAT લખેલી મર્સિડીઝ કાર ચર્ચામાં

રાજકોટમાં જાહેર સંપત્તિ સાથે ચેડાંની ઘટના, MLA GUJARAT લખેલી મર્સિડીઝ કાર ચર્ચામાં

રાજકોટ શહેરમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. MLA GUJARAT લખેલી મર્સિડીઝ કાર પાર્ક કરવા માટે એક શખ્સે રાજકોટ મહાનગર પાલિકાનું બોર્ડ ઉખેડી નાખ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે બાદ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી અનુસાર, રસ્તા પર લગાવાયેલ કોર્પોરેશનનું બોર્ડ પોતાની કાર પાર્ક કરવામાં અડચણરૂપ બનતું હોવાથી શખ્સે મર્સિડીઝ કાર રોકી હતી. ત્યારબાદ તે કારમાંથી નીચે ઉતરી આજુબાજુ જોયું અને પછી બોર્ડને જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જાહેર માર્ગ પર લગાવેલા બોર્ડ શહેરની વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ માટે મહત્વપૂર્ણ હોય છે. આવી રીતે પોતાની સુવિધા માટે બોર્ડ હટાવવું કે નુકસાન પહોંચાડવું કાયદા અને નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પોતાની ગાડી પાર્ક કરવા માટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું કેટલા અંશે યોગ્ય છે?
સાથે જ લોકોમાં ચર્ચા છે કે કાયદો શું સૌ માટે સમાન રીતે લાગુ પડે છે કે નહીં?
આ ઘટનાને લઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર