મંગળવાર, ફેબ્રુવારી 17, 2026

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા 16 ઓક્ટોબરે પ્રોસ્થેટીક ફૂટના કેમ્પનું આયોજન

રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા 16 ઓક્ટોબરે પ્રોસ્થેટીક ફૂટના કેમ્પનું આયોજન

જરૂરિયાત ધરાવતા લોકોને લાભ લેવા અપીલ : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરની સૌથી જુની સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ રાજકોટ અને અલંગ ઓટો એન્ડ જનરલ એન્જી.કંપની લી.ભાવનગર દ્વારા સંયુક્ત રીતે પ્રોસ્થેટીક ફૂટ (પ્રભા ફૂટ)ના કેમ્પનું આયોજન તા.16 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવનાર છે. પ્રભા ફૂટ એ એક કૃત્રિમ પગ છે. જેમના પગ કોઇપણ કારથી ઘૂંટણથી નીચે કે ઉપર કપાયેલ હોય તેમણે તેમના પગની સાઇઝ મુજબ બનાવી આપવામાં આવે છે. આ પગની વિશેષતા એ છે કે તે વજનમાં ખુબ જ હળવા હોય છે, સાથે આસાનીથી લગાવી શકાય છે તેમજ દુર પણ કરી શકાય છે. પ્રભા ફૂટ લગાવ્યા પછી વ્યક્તિ સાયકલ ચલાવી, પલાઠી વાળીને બેસવું, સીડી ચઢવી ઉતરવી જેવી દૈનિક ક્રિયાઓ આરામથી કોઇના પણ સપોર્ટ વગર કરી શકે છે.
પ્રભા ફૂટ લગાવવાનો તમામ ખર્ચ રોટરી ક્લબ ઓફ રાજકોટ દાતાઓના સહકારથી ઉઠાવવામાં આવનાર છે, કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ખુબ જ આવશ્યક છે. રજીસ્ટ્રેશન માટે 98250 78548, 98983 45639, 97257 76453 પૈકી કોઇપણ એક નંબર પર સંપર્ક કરી શકાય છે. આ કેમ્પ માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ જામનગરના રો.શરદ શેઠના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસીડેન્ટ નિખીલ ઉચાટ, સેક્રેટરી પંકિલ પઢારીયા, પ્રોજેક્ટ ચેર ચંદ્રેશ મનવાની સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કેમ્પને સફળ બનાવવા ઇનરવ્હીલ ક્લબ ઓફ રાજકોટ, રોટરેક્ટ ક્લબ ઓફ રાજકોટ, ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રાજકોટ વગેરેનો સભ્યોને પણ સાથ-સહકાર મળી રહ્યો છે તેમ રોટરી ક્લબના પબ્લીક ઇમેજ ચેર પરાગભાઇ તન્ના, રાજ ધાબલીયાની યાદીમાં જણાવેલ છે.

સંબંધિત સમાચાર

રાજકોટ | શિક્ષણ સમાચાર

તાજા સમાચાર