પુલવામા આતંકી હુમલાના 6 વર્ષ બાદ પાકિસ્તાની પત્રકારે સર્જિકલ સ્ટ્રાઇકની કબૂલાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાની પત્રકારે કહ્યું કે, હાલના સમયમાં જે રીતે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો છે, તે બધુ ભારત પાસેથી જાણવા મળ્યું છે.
પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જો કે પાકિસ્તાને અત્યાર સુધી આ વાતને સ્પષ્ટ રીતે સ્વીકારવાની ના પાડી દીધી છે, પરંતુ હવે એક વરિષ્ઠ પાકિસ્તાની પત્રકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નજીમ સેઠીએ એક મુલાકાત દરમિયાન સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.
ઘૂસણખોરી અને હુમલા માટે ભારત પાસેથી પાઠ શીખ્યા: પાકિસ્તાન
આ ઇન્ટરવ્યૂનો એક નાનો ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્લિપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘પાક અનટોલ્ડ’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં તેણે સર્જિકલ સ્ટ્રાઇકની કબૂલાત કરી છે. સર્જીકલ સ્ટ્રાઈક સ્વીકારતા પહેલા નાઝીમ સેઠીએ કહ્યું કે, હાલના સમયમાં પાકિસ્તાને જે રીતે અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો છે, તે બધા ભારત પાસેથી શીખ્યા છે.
નજીમ સેઠીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકથી શીખ લીધી અને તેના પગલે ચાલીને અફઘાન સેનાને પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી એર સ્ટ્રાઈક કરવામાં આવી. આ રીતે અમે તેના કેટલાક મહત્વપૂર્ણ નેતાઓને મારી નાખ્યા. ભારતે આ હુમલાની નિંદા કરી હતી.
ભારતે પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરી
વિદેશ પ્રધાન રણધીર જયસ્વાલે કહ્યું કે અફઘાન નાગરિકો પર પાકિસ્તાની હવાઈ હુમલો નિંદનીય છે. તેની નિષ્ફળતાઓ માટે પડોશીઓને દોષી ઠેરવવું એ પાકિસ્તાનની જૂની આદત છે. પાકિસ્તાની હુમલામાં બાળકો અને મહિલાઓના મોત થયા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ટીટીપી કેમ્પોને નિશાન બનાવ્યા હતા.
હકીકતમાં 24 ડિસેમ્બરની રાત્રે થયેલા આ હવાઈ હુમલામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના લમન સહિત અનેક ગામોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 15થી વધુ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના હુમલા બાદ તાલિબાને બદલો લેવાની કસમ ખાધી છે.