આસો નવરાત્રીના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને PM મોદીએ નવરાત્રીના પાવન પર્વ માટે શુભેચ્છાઓ આપી. તેમણે લખ્યું કે, “શક્તિ, ભક્તિ અને આનંદનું પાવન પર્વ નવરાત્રી આપણા જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ લાવે. મા અંબાની કૃપાથી સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે એવી હું પ્રાર્થના કરું છું.”


