સ્વિટ્ઝરલેન્ડના આ નિર્ણયની સીધી અસર નેસ્લે જેવી સ્વિસ કંપનીઓ પર પડશે. હવે તેમને ભારતીય આવક સ્ત્રોતોમાંથી મળતા ડિવિડન્ડ પર 10 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, જે અગાઉ ઓછો હતો.
બસ 2 મિનિટ અને મેગી તૈયાર છે… આ વસ્તુ હવે તમને ખૂબ મોંઘી પડી શકે છે. હકીકતમાં, સ્વિટ્ઝર્લેન્ડે 1 જાન્યુઆરી 2025 થી 1994 માં ભારત સાથે થયેલા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ) હેઠળ મોસ્ટ-ફેવર્ડ-નેશન (એમએફએન) કલમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આની સીધી અસર નેસ્લે જેવી સ્વિસ કંપનીઓ પર પડશે અને તેમના ઉત્પાદનો મોંઘા થઈ શકે છે કારણ કે આ કંપનીઓને ભારતીય આવક સ્ત્રોતોમાંથી મળતા ડિવિડન્ડ પર 10 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, જે અગાઉ ઓછું હતું. આવો જાણીએ શું છે આખો કેસ.
Read: વાયુ પ્રદૂષણની અસર સામે લડવામાં મદદ કરશે આ 4 પ્રકારની ચા
કેવી રીતે શરૂ થયો વિવાદ
સ્વિટ્ઝર્લેન્ડે 1 જાન્યુઆરી 2025થી ભારત સાથે 1994માં થયેલા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ) હેઠળ મોસ્ટ-ફેવર્ડ-નેશન (એમએફએન) કલમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ભારતની સર્વોચ્ચ અદાલતના 2023 ના ચુકાદા પછી લેવામાં આવ્યું હતું, જેમાં કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે એમએફએન કલમ આપમેળે લાગુ કરવામાં આવતી નથી અને ભારત સરકારે જાહેરનામું બહાર પાડવું જરૂરી છે.
શું છે MFN ક્લોઝ?
એમએફએન કલમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બંને દેશો વચ્ચેના કરારમાં સામેલ પક્ષોને સમાન લાભ મળે. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ કહે છે કે ભારત તેમને એ જ લાભ આપતું નથી, જે દેશોની સાથે ભારત વધુ અનુકૂળ કર સમજૂતી કરે છે. જેના કારણે સ્વિસ સરકારે પારસ્પરિકતાના અભાવનું કારણ આગળ ધરીને 2025થી આ કલમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
સ્વિસ કંપનીઓ પર અસર
સ્વિટ્ઝરલેન્ડના આ નિર્ણયની સીધી અસર નેસ્લે જેવી સ્વિસ કંપનીઓ પર પડશે. નેસ્લે અને અન્ય કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમને સ્લોવેનિયા, લિથુઆનિયા અને કોલંબિયા જેવા દેશો સાથે ડીટીએએ હેઠળ 5 ટકા ટેક્સ રેટનો લાભ મળવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. આનાથી કંપનીઓ પર ટેક્સનું ભારણ વધશે, જે મોંઘી પ્રોડક્ટના રૂપમાં ગ્રાહકો સુધી પહોંચી શકે છે.