શનિવાર, જુલાઇ 19, 2025

ઈ-પેપર

શનિવાર, જુલાઇ 19, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ અમેરિકા નહીં પણ ચીનને સુપરપાવર બનાવશે

ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ અમેરિકા નહીં પણ ચીનને સુપરપાવર બનાવશે

ટ્રમ્પનો આ કાયદો અમેરિકાને ઊર્જા ભૂતકાળમાં ધકેલી રહ્યો છે અને ચીનને ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યો છે. જ્યારે આખી દુનિયા AI અને સ્વચ્છ ઊર્જા તરફ દોડી રહી છે, ત્યારે અમેરિકાએ પોતાના પગ પર કુહાડી મારી છે અને ચીનને આગળ વધવાની તક આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રિય બિલ પસાર થઈ ગયું છે. એ જ બિલ જેના માટે તેમણે એલોન મસ્ક સાથે ખરાબ દલીલ કરી હતી. આ બિલનું નામ ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ છે. તે ગુરુવારે મોડી રાત્રે પસાર થયું. ટ્રમ્પના આ મહત્વાકાંક્ષી બિલને દેશની સંસદમાંથી અંતિમ મંજૂરી મળી ગઈ છે. ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા 218-214 ના માર્જિનથી પસાર થયું છે. 218 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. જ્યારે 214 સાંસદોએ આ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ગૃહે આ ટેક્સ બિલને અંતિમ મંજૂરી આપતાની સાથે જ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સહી માટે મોકલવામાં આવ્યું હતું. આ બિલ પસાર થવું એ ટ્રમ્પના બીજા કાર્યકાળની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત આર્થિક નીતિ, જેને તેઓ પોતાનું “બિગ બ્યુટીફુલ ટેરિફ બિલ” કહે છે, તે અમેરિકાને મજબૂત બનાવવાના દાવા સાથે બહાર આવી છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ પગલું ખરેખર ચીનને વધુ શક્તિશાળી બનાવી શકે છે. ૧.૪ અબજ ચીની નાગરિકો અમેરિકાએ પોતાના પગ પર કુહાડો માર્યો છે તે જોઈને હસી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પક્ષ દ્વારા પસાર કરાયેલું નવું “બિગ બ્યુટીફુલ ટેરિફ બિલ” માત્ર અમેરિકાની ઉર્જા સુરક્ષાને નબળી પાડે છે, પરંતુ આ બિલ સૌર, પવન અને બેટરી જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોને પણ જાણી જોઈને નબળા પાડે છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે કૃત્રિમ બુદ્ધિ (AI) ની વીજળીનો વપરાશ કરતી દુનિયા ઉભરી રહી છે અને દરેક દેશને વધુને વધુ સસ્તી અને સ્વચ્છ ઉર્જાની જરૂર છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર