ફૂડ અને ડ્રગ વિભાગ છેલ્લા 2 વર્ષમાં ઉત્પાદકો અને વ્યાપારીઓ અને હોટેલમાંથી 500 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો છે. લેબ રિપોર્ટ મુજબ ગયા વર્ષે પનીરમાં 30 ટકા સેમ્પલ ધારા ધોરણ મુજબ નહોતા. ચાલુ વર્ષ માં 200 સેમ્પલ પનીરના ટેસ્ટ કર્યા છે. જેમાંથી 20 ટકા સેમ્પલ ધારા ધોરણ (સ્ટાન્ડર્ડ)મુજબ નહોતા જણાયા. રાજ્યમાં પનીરના 20 થી 30 ટકા સેમ્પલ ફેઇલ થઈ રહ્યા છે. પનીરમાં ભેળસેળ કરનાર વ્યાપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી છે. જેમાં દંડ કાર્યવાહી ચાલુ છે, આ તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ છે. લોકોએ પનીર નામાંકિત કપની , FSAI લાયસન્સ હેઠળ ઉત્પાદન થયેલા અને ફૂડ લાયસન્સ ધરાવતા વ્યાપારીઓ પાસેથી બિલથી ખરીદવું જોઈએ.
ખોટા પુરાવાઓ સાથે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડનાર મહિલાને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
