ગુરુવાર, ફેબ્રુવારી 19, 2026

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટઃ જેતપુરની દેવ લાઈફ રક્ત કેન્દ્રમાં દારૂની બોટલો મળતાં ચકચાર, જનસંપર્ક અધિકારી...

રાજકોટઃ જેતપુરની દેવ લાઈફ રક્ત કેન્દ્રમાં દારૂની બોટલો મળતાં ચકચાર, જનસંપર્ક અધિકારી ધરપકડમાં

રાજકોટ: જેતપુરમાં આવેલા દેવ લાઈફ રક્ત કેન્દ્રમાં દારૂની બોટલો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આ બ્લડ બેંકનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં રક્ત કેન્દ્રના જનસંપર્ક અધિકારી નશાની હાલતમાં હોવાનું મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રક્ત લેવા માટે આવેલી એક મહિલાએ જણાવ્યું કે જનસંપર્ક અધિકારી નશાની હાલતમાં હતો અને તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા વધતાં સ્થળ પર તપાસ કરવામાં આવી, જેમાં રક્ત કેન્દ્રના પરિસરમાંથી દારૂની પાંચ ખાલી બોટલો મળી આવી હતી. આ ઘટના જાહેર થતાં જ આરોગ્ય સેવાઓ જેવી સંવેદનશીલ જગ્યા પર આવી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જનસંપર્ક અધિકારીની ધરપકડ કરી હતી અને મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બ્લડ બેંકના સંચાલન, પરવાનગીઓ અને અન્ય સ્ટાફની ભૂમિકા અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરશે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

રાજકોટ | શિક્ષણ સમાચાર

તાજા સમાચાર