શનિવાર, ફેબ્રુવારી 21, 2026

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 21, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયજમ્મુ અને કાશ્મીર: શ્રીનગરમાં CRPF વાહન અકસ્માતમાં 7 જવાન ઘાયલ

જમ્મુ અને કાશ્મીર: શ્રીનગરમાં CRPF વાહન અકસ્માતમાં 7 જવાન ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં અહમદનગર નજીક પાણીની નહેર પાસે CRPF વાહનના અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. CRPF અને જમ્મુ અને કાશ્મીર SDRFના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીના સુસાઇડ મામલે કાર્યવાહી

સુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના સુસાઇડ મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ કેસમાં ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા પૂનમ ભદોરિયા સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. લાંબી પૂછપરછ બાદ પૂનમ ભદોરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડરે રિવોલ્વરથી જાતને ગોળી મારી આત્મહત્યા કરી હતી, જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

નવસારીમાં વસુંધરા ડેરીના કર્મચારીઓનો ધરણા પ્રદર્શન

નવસારીમાં આવેલી વસુંધરા ડેરીના આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનો આરોપ છે કે છેલ્લા 15 વર્ષથી તેમનું શોષણ થઈ રહ્યું છે અને પગાર સંબંધિત ગેરરીતિઓ ચાલી રહી છે. તેઓએ જણાવ્યું કે કાગળ પર દર્શાવાતી રકમ અને ખાતામાં જમા થતી રકમમાં તફાવત છે. ઉપરાંત 8.33 ટકા બોનસની સામે માત્ર 5.92 ટકા જ બોનસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ 15 જેટલી માંગણીઓ સાથે મેદાને ઉતર્યા છે અને ડેરી સંચાલન તરફથી લેખિત ખાતરીની માંગ કરી છે. આ આંદોલનમાં Indian National Congress અને Aam Aadmi Partyના આગેવાનો પણ કર્મચારીઓના પડખે ઊભા રહ્યા હતા. પ્રમુખ શૈલેષ પટેલ તેમજ AAPના નેતાઓએ સ્થળ પર પહોંચી કર્મચારીઓને સમર્થન આપ્યું હતું. કર્મચારીઓએ ચીમકી આપી છે કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર