શુક્રવાર, ફેબ્રુવારી 20, 2026

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતલગ્ન નોંધણીના નવા નિયમ અંગે રૂપલ પટેલનું નિવેદન

લગ્ન નોંધણીના નવા નિયમ અંગે રૂપલ પટેલનું નિવેદન

રાજ્યના મંત્રી રૂપલ પટેલએ લગ્ન નોંધણીના નવા નિયમ અંગે પોતાના નિવેદનમાં જણાવ્યું કે માતા-પિતા હંમેશા દીકરીનું સુખ વિચારે છે અને સરકારએ તેમના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું, “માતા-પિતાની મરજીથી વિવાહ થશે તો સમાજ પણ સાથે રહેશે.”ઉમિયાધામ મહિલા વિંગના ચેરપર્સને નવા નિયમને સકારાત્મક રીતે સ્વીકાર કર્યો છે. રૂપલ પટેલે આગળ કહ્યું કે, સરકારે માતા-પિતાની ઈચ્છાનું માન રાખ્યું છે અને આ નિયમ સમાજમાં વિવાહની પરંપરા અને પરિવારીક સુખને મજબૂત બનાવશે.

લગ્ન નોંધણી નિયમ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આપ્યુ નિવેદન

ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લગ્ન નોંધણી સુધારા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હેમંત ખવાના આભાર માનતા તેઓએ પ્રસ્તાવ મૂક્યો હતો અને આ મામલે 30 જેટલી બેઠક યોજી હતી. વિવિધ લોકોના અનેક સુધારા વિચારવા આવ્યા અને કૌશિક વેકરિયાએ 20થી વધુ વખત અલગ અલગ જગ્યાઓ પર ચર્ચા અને બેઠક કરી. ડેપ્યુટી CMએ જણાવ્યું કે લવિંગ ઠાકોર ઉત્તર ગુજરાતના ગામોમાં પ્રવાસ કરે છે અને અલ્પેશ ઠાકોર અને અન્ય આગેવાનોએ નિયમોની જરૂરિયાત સરકાર સામે રજૂ કરી. ભુપેન્દ્ર પટેલની સરકાર પ્રેમના વિરોધી નથી, પરંતુ પ્રેમ શબ્દને બદનામ કરનારા લોકો પર કડક પગલાં ભરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. તેમણે જણાવ્યું કે લવ જેહાદના નામે જે ખેલ ચાલી રહ્યો છે તે ઈતિહાસનું આધુનિક ઘાતક સ્વરૂપ છે, જ્યાં છૂપાવી અને ખોટા નામ ધારણ કરી દીકરીઓને ફસાવવામાં આવી શકે છે. સરકાર ભારતની પરંપરા અને સંસ્કારને બચાવવા માટે કટિબદ્ધ છે. ગુજરાતમાં કોઈ છળકપટ કરે તો તેને રોકી શકાય તેવા નિયમો લાવવામાં આવ્યા છે. રાજ્યની દીકરીને કોઈ સલીમ સુરેશ બનીને ફસાવવાનો પ્રયાસ કરશે તો સરકાર તેને ખોટા હાલમાં મૂકશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર