સોમવાર, ફેબ્રુવારી 23, 2026

ઈ-પેપર

સોમવાર, ફેબ્રુવારી 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયBreaking News : ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ...

Breaking News : ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન,નેપાળમાં ગુપ્ત બેઠક મળી

કેન્દ્રિય ખુફિયા એજન્સીને સતત મળી રહેલા ઈનપુટના આધાર પર આ વાતના નક્કર પુરાવા મળી ચૂક્યા છે કે, ભારત વિરુદ્ધ કાવતરુ રચવા માટે ચીન અને પાકિસ્તાન નેપાળની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના 7 પ્રમુખ અધિકારીઓ સામેલ હતા.

ચીનના પ્રમુખ અધિકારીઓ સામેલ

સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના સાત પ્રમુખ અધિકારીઓ સામેલ હતા. અંદાજે 2 કલાક ચાલેલી આ બેઠકમાં ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ ભારતને અસ્થિર કરવાના સાધન તરીકે કર્યો હતો.આ બેઠક 20 ફેબ્રુઆરીએ આવતા અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસના વાતાવરણને ખલેલ પહોંચાડવા માટે યોજાઈ હતી. ચીને આ હેતુ માટે ખાસ 23 સ્થાનિક લોકોની પસંદગી કરી હતી.

આ યોજના હેઠળ નેપાળના એ લોકોની પસંદગી કરવામાં આવી હતી. જે ચીનના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મુસાફરી કરવા માટે આવ્યા હતા. પરંતુ આ વાત અલગ છે કે, ચીન અને પાકિસ્તાનનું મોટું શ્રડયંત્રતવાંગને નેપાળના પ્રદેશનો ભાગ ગણાવવાની આંતરરાષ્ટ્રીય કહાની સ્થાપિત કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ 23 નેપાળીઓમાંથી કેટલાકને ભારત મોકલવાની યોજના હતી. હાલમાં, વ્યાપક માહિતી એકત્રિત કરવા માટે તેમાંથી 14 નેપાળીઓને ઉત્તરપૂર્વ મોકલવાની યોજના ચાલી રહી છે.

કેન્દ્રિય ખુફિયા એજન્સીને મળેલા ઈનપુટના આધાર પર આ વાતની પુષ્ટિ થઈ છે કે, આ સમગ્ર યોજનાની પાછળ ચીનના ચેગદુ સ્થિત પીપુલ્સ લિબરેશન આર્મીના પશ્ચિમી થિએટર કમાનના કેટલાક અધિકારીઓનું શ્રડયંત્ર હતુ. ડિસેમ્બર 2024માં ચીને નેપાળના લલિતપુર અને કીર્તિપુરમાં પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધરોહરોની સાથે પોતાની ભાષાના પ્રચાર માટે2 કેન્દ્ર સ્થાપિત કર્યા છે.મળતી માહિતી મજુબ છેલ્લા કેટલાક સમયમાં ચીન અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે કાઠમાંડુમાં સતત અનેક બેઠકો થઈ ચૂકી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર