પાટણઃ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
પાટણ જિલ્લામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડની ઘટના સામે આવી છે. Siddhpur તાલુકાના મુડવાડા ગામમાં સ્થાનિક લોકોએ ગેરકાયદે ચાલતા દેશી દારૂના ધંધા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી અચાનક રેડ પાડી હતી. અહીં મહિલા બુટલેગરે લોકો સાથે દાદાગીરી કરતાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સ્થળ પરથી દેશી દારૂ બનાવવાના સામાનનો મોટો જથ્થો ઝડપાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
- ગુરૂગ્રામઃ માર્ગ અકસ્માતમાં એકનું મોતગુરગ્રામમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ગવાલપહાડી વિસ્તારમાં એક કારચાલકે સિગ્નલ પર ઊભેલી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ બન્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટના ડેશ કેમમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- 26 Feb 2026 08:27 AM (IST)આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભઆજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. પરીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરવામાં આવ્યા છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે તેમજ સેન્ટર શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે લોકેશન પણ મોકલવામાં આવ્યા છે. ગેરરીતિને ડામવા તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સાથે જ ચાલુ પરીક્ષા દરમિયાન બોમ્બની ધમકી જેવી પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસની SOP મુજબ કાર્યવાહી કરવા તથા અફરાતફરીનો માહોલ ન સર્જાય તે રીતે સ્થિતિ સંભાળવા સૂચનાઓ અપાઈ છે.


