ગુરુવાર, ફેબ્રુવારી 26, 2026

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 26, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeમનોરંજનRashmika Mandanna કે Vijay Deverakonda કોના છે સૌથી વધારે ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામ પર...

Rashmika Mandanna કે Vijay Deverakonda કોના છે સૌથી વધારે ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામ પર કોને કરે છે ફોલો, જાણો

Rashmika Mandanna, Vijay Deverakonda : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ચાહકો પણ આ બંન્નેની જોડી સાથે જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

Rashmika Mandanna, Vijay Deverakonda : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આજે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલા ચારે બાજુ રશ્મિકા અને વિજય દેવરકોંડાની જ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે હવે એવી ચર્ચા થઈ રહી છે કે, રશ્મિકા કે વિજયમાંથી કોના વધારે ફોલોઅર્સ છે. વિજય દેવરકોંડા ઈન્સ્ટાગ્રામ પર રશ્મિકા મંદાનાને ફોલો કરે છે કે, નહી. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

કોના છે સૌથી વધારે ફોલોઅર્સ?

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની જો વાત કરવામાં આવે તો. રશ્મિકા મંદાનાના વધારે ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર રશ્મિકાના 49.1 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે વિજય દેવરકોંડાની વાત કરવામાં આવે તો તેને ઈન્સ્ટાગ્રામ પર 22.2 મિલિયન લોકો ફોલો કરે છે. ઈન્સ્ટ્રાગ્રામ પર રશ્મિકાના વધારે ફોલોઅર્સ છે.

વિજય દેવરાકોંડા કોને ફોલો કરે છે?

જ્યારે તેમના ફોલોઅર્સ લિસ્ટની વાત આવે છે, ત્યારે રશ્મિકા મંદાના ઇન્સ્ટાગ્રામ પર 341 લોકોને ફોલો કરે છે, જ્યારે વિજયની ફોલોઅર્સ લિસ્ટમાં કોઈ નથી. હા, વિજય દેવેરાકોન્ડા ઇન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો કરતા નથી. તે રશ્મિકાને પણ ફોલો કરતા નથી.એવું કહેવાય છે કે તેલુગુ વિધિઓ પછી, રશ્મિકા સાથે સાંજે કોડાવ (કુર્ગનો એક રિવાજ) પરંપરા અનુસાર લગ્ન કરવામાં આવશે.

વિજય દેવરકોંડા અને રશ્મિકાના લગ્ન

રશ્મિકાની વાત કરીએ તો, તે ઇન્સ્ટાગ્રામ પર વિજયને ફોલો કરે છે, પરંતુ વિજયના ફોલોઅર્સ લિસ્ટમાં કોઈ નથી. વિજય અને રશ્મિકાના લગ્ન માટે લગ્ન પહેલાની વિધિઓ ચાલી રહી છે. 26 ફેબ્રુઆરીએ, બંને સાત ફેરા લેશે અને કાયમ માટે એકબીજાના બનશે. દરેક વ્યક્તિ આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગત્ત વર્ષે બંન્નેએ સગાઈ કરી હતી. પરંતુ બંન્નેમાંથી કોઈએ સગાઈની ઓફિશિયલ જાહેરાત કરી ન હતી.તેમના લગ્નનું નામ ધ વેડિંગ ઓફ વિરોસ રાખવામાં આવ્યું છે, જે તેમના પહેલા નામોનું મિશ્રણ છે. જોકે, ચાહકો આતુરતાથી પહેલા લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર