બુધવાર, માર્ચ 12, 2025

ઈ-પેપર

બુધવાર, માર્ચ 12, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયલગ્ન પહેલા જીત અદાણીનો મોટો નિર્ણય, દર વર્ષે 500 લોકો પર ખર્ચાશે...

લગ્ન પહેલા જીત અદાણીનો મોટો નિર્ણય, દર વર્ષે 500 લોકો પર ખર્ચાશે 10 લાખ

લગ્ન પહેલા જીત અદાણીએ દિવ્યાંગ મહિલાઓ માટે ‘મંગલ સેવા’નો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત દર વર્ષે તે 500 નવપરિણીત વિકલાંગ મહિલાઓને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે.

ગૌતમ અદાણીનો નાનો પુત્ર જીત અદાણી આવતીકાલે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તેણે લગ્ન પહેલા એક મોટો નિર્ણય લીધો છે. જીત અદાણીએ લગ્ન પહેલા 500 લોકો પર દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં લગ્ન પહેલા જીત અદાણીએ વિકલાંગ મહિલાઓ માટે ‘મંગલ સેવા’નો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત દર વર્ષે તે 500 નવપરિણીત વિકલાંગ મહિલાઓને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે.

અદાણીએ પોતાના પુત્રના ઉમદા કાર્ય પર શું કહ્યું?

જીત અદાણીનું આ ઉમદા કાર્ય તેમના પિતા ગૌતમ અદાણીના વિચારોથી પ્રેરિત છે. તેઓ માને છે કે સેવા એ ધ્યાન છે, સેવા એ પ્રાર્થના છે અને સેવા એ જ ઈશ્વર છે. ગૌતમ અદાણીએ પુત્રના આ ઉમદા કાર્ય પર ખુશી વ્યક્ત કરતા એક્સ પર લખ્યું હતું કે, તેમનો પુત્ર જીત અને વહુ દિવા એક ઉમદા કાર્ય સાથે તેમના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. આ પહેલ ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોના જીવનમાં આનંદ લાવશે. તેમણે જીત અને દિવાને સેવાના આ માર્ગ પર આગળ વધતા રહેવા માટે આશીર્વાદ આપ્યા.

જીત અદાણી શું કરે છે?

જીત અદાણી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર છે. આ કંપની ભારતની સૌથી મોટી એરપોર્ટ કંપની છે. જે આઠ એરપોર્ટના સંચાલન અને વિકાસ માટે કામ કરે છે. એરપોર્ટ ઉપરાંત જીત અદાણી જીત અદાણી ગ્રુપના ડિફેન્સ, પેટ્રોકેમિકલ અને કોપર બિઝનેસની પણ દેખરેખ રાખી રહ્યા છે. પ્રીતિ અદાણી અદાણી ફાઉન્ડેશન માટે કામ કરે છે.

10 લાખનું વિતરણ કરવામાં આવશે

જીત અદાણીએ લગ્ન પહેલા વિકલાંગ નવપરિણીત મહિલાઓને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. લગ્ન બાદ વિકલાંગતા જીવનને વધુ પડકારજનક બનાવી શકે છે, આવી સ્થિતિમાં મહિલાઓ 10 લાખ રૂપિયાની આર્થિક સહાયથી પોતાનું જીવન સુધારી શકે છે. આ પૈસાથી તે પોતાનો નાનો બિઝનેસ શરૂ કરી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર