ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયકથિત લિકર કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, CBI કેસમાં SCએ આપી...

કથિત લિકર કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, CBI કેસમાં SCએ આપી રાહત

નવી દિલ્હી : દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. આ પહેલા કેજરીવાલને ઈડી સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીન મળી ચૂક્યા છે. કેજરીવાલ થોડા સમયમાં જેલમાંથી બહાર આવશે. તે 177 દિવસથી તિહાર જેલમાં બંધ છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીએ સામાન્ય ભારતીયોને સમૃદ્ધ બનાવવાનું રહસ્ય જાહેર કર્યું.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસ સંબંધિત CBI કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે જ તિહાર જેલમાંથી બહાર આવશે. તે છેલ્લા 177 દિવસથી જેલમાં છે. સિંઘવીની દલીલોએ અરવિંદ કેજરીવાલને જામીન અપાવવામાં કામ કર્યું. કેજરીવાલે જામીનની સાથે તેમની ધરપકડને પણ પડકારી હતી. અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ સંબંધિત ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય સંભળાવ્યો.. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે હાલમાં જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈ અને અરવિંદ કેજરીવાલ વતી દલીલો કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર