બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅમરેલી જિલ્લાના બાબરા શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલું કરીયાણા ગામ, એક...

અમરેલી જિલ્લાના બાબરા શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલું કરીયાણા ગામ, એક અનોખા રહસ્યનું ઘર

અમરેલી જિલ્લાના બાબરા શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલું કરીયાણા ગામ, એક અનોખા રહસ્યનું ઘર છે.
અહીં આવેલી આકર્ષક પહાડીના પથ્થરોને જ્યારે ઠપકારવામાં આવે છે ત્યારે ઝાલર જેવી મીઠી રણકાર ઊભી થાય છે.

વિજ્ઞાનીઓ માને છે કે અહીં ગ્રેનાઈટના પથ્થરો ઓછા છે, પરંતુ આ પથ્થરોનો સ્વર આજેય સૌને ચકિત કરી દે છે.

આ પહાડ સાથે એક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. કહેવાય છે કે અહીં સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા હતા અને પૂજા દરમિયાન આ પથ્થરોનો ઉપયોગ ઘડિયાળની ઘંટીની જેમ કર્યો હતો.

કુદરતી અજાયબી અને ધાર્મિક આસ્થા—બન્નેનો અનોખો સમન્વય આજે પણ કરીયાણા ગામને વિશેષ બનાવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર