મંગળવાર, ડિસેમ્બર 3, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Download App
google-play

ઈ-પેપર

HomeબિઝનેસUPI પેમેન્ટ અને ઈ-કોમર્સમાં અદાણીની એન્ટ્રી! ગુગલથી લઈને Paytmનું વધશે ટેન્શન

UPI પેમેન્ટ અને ઈ-કોમર્સમાં અદાણીની એન્ટ્રી! ગુગલથી લઈને Paytmનું વધશે ટેન્શન

નવી દિલ્હી : ગૌતમ અદાણી ગ્રુપ ઈ-કોમર્સ અને ફાઈનાન્સ સેક્ટરમાં બિઝનેસ વધારવાની યોજના બનાવી રહ્યું છે. જૂથ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) માટે માત્ર લાયસન્સ માટેની અરજી કરવા નહીં પરંતુ કો-બ્રાન્ડેડ અદાણી ક્રેડિટ કાર્ડ માટે બેંકો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. જો કે, અદાણી ગ્રુપે આ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. અદાણી ગ્રુપનું આ નવું પગલું ગૂગલ અને પેટીએમ જેવા સ્પર્ધકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સ ના અહેવાલ મુજબ અદાણી ગ્રુપ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) દ્વારા ઓનલાઈન શોપિંગ ઓફર કરવા માટે તૈયારી કરી રહ્યું છે. ONDC એ સરકાર સમર્થિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. અહીં વેચનાર અને ખરીદનાર બંને એટલે કે ગ્રાહક એકબીજાને સીધા મળે છે.

આ પ્લેટફોર્મ પરથી ખરીદી કરવા માટે પેમેન્ટ એપ હોવી જરૂરી છે. જો અદાણી ગ્રૂપની નવી પહેલને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો ગ્રાહકોને ગ્રાહક સેવા એપ Adani One ઉપલબ્ધ થશે. અદાણી ગ્રુપમાં ઘણા સ્પર્ધકો હશે. ઉદાહરણ તરીકે Google, PhonePe પહેલેથી જ UPI-આધારિત પેમેન્ટ એપ ચલાવે છે જ્યારે Paytm અને Tata જેવા સ્થાનિક જૂથો ONDC દ્વારા કરિયાણા અને ફેશન શોપિંગ ઓફર કરે છે. બેંગલુરુ સ્થિત ટેક એક્સપર્ટ જયંત કોલાએ FTને જણાવ્યું હતું કે, “આ દેશને માત્ર ત્રણ બિઝનેસ જૂથો ચલાવી રહ્યા છે – ટાટા, અંબાણી અને અદાણી. અદાણી એ ત્રણ જૂથોમાંથી એક છે જેની પાસે આવશ્યક ગ્રાહક ઉત્પાદનોનો વ્યવસાય નથી.” આવી સ્થિતિમાં આ નવી પહેલ અદાણી ગ્રુપ માટે નવા દરવાજા ખોલશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર