મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસઅર્થવ્યવસ્થાને મોટો ફટકો, દેશનો જીડીપી બે વર્ષના નીચલા સ્તર પર

અર્થવ્યવસ્થાને મોટો ફટકો, દેશનો જીડીપી બે વર્ષના નીચલા સ્તર પર

નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથનું અગાઉનું નીચું સ્તર 4.3 ટકા નોંધાયું હતું. જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહ્યું હતું. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીડીપી ગ્રોથ રેટ 4.6 ટકા રહ્યો હતો.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા દેખાવને કારણે ભારતનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં લગભગ બે વર્ષના તળિયે 5.4 ટકાના સ્તરે સરકી ગયો હતો, એમ સત્તાવાર આંકડાઓએ શુક્રવારે દર્શાવ્યું હતું. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૮.૧ ટકા હતો.

નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથનું અગાઉનું નીચું સ્તર 4.3 ટકા નોંધાયું હતું. જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહ્યું હતું. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીડીપી ગ્રોથ રેટ 4.6 ટકા રહ્યો હતો.

સરકારી ડેટામાં આ વાત સામે આવી

નાણાકીય વર્ષ 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રમાં 3.5 ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 1.7 ટકા હતો, એમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના આંકડાદર્શાવે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ છેલ્લા ક્વાર્ટરમાં ઘટીને 2.2 ટકા થયો છે, જે એક વર્ષ પહેલા 14.3 ટકા હતો.

બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા સાથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ૮.૨ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ૬.૭ ટકા પર યથાવત રહ્યો હતો.

રાજકોષીય ખાધ વધીને 46.5 ટકા થઈ ગઈ છે.

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ સાત મહિનામાં કેન્દ્રની રાજકોષીય ખાધ પૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 46.5 ટકા સુધી પહોંચી ગઈ છે. આ માહિતી શુક્રવારે સરકારી ડેટામાં આપવામાં આવી હતી. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રાજકોષીય ખાધ 7,50,824 કરોડ રૂપિયા રહી હતી. સરકારના ખર્ચ અને આવક વચ્ચેના અંતરને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24ના સમાન ગાળામાં ખાધ બજેટના અંદાજના 45 ટકા હતી.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય ખાધને ઘટાડીને કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 4.9 ટકા સુધી લાવવાનો અંદાજ મૂક્યો છે. આમ, સરકારનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજકોષીય ખાધને 16,13,312 કરોડ રૂપિયા સુધી નિયંત્રણમાં રાખવાનું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર