રાજકોટ : જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો છે, જે તેના ₹1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12.10 લાખ કરોડ રૂપિયા છે.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કર્યું છે, તો લિસ્ટિંગના દિવસે નફો વસૂલવો યોગ્ય સ્ટ્રેટેજી રહેશે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેરને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં ₹1,500થી ₹1,800 સુધી જઈ શકે છે.
જિયો પ્લેટફોર્મ્સની શેરબજારમાં શાનદાર એન્ટ્રી : શેર 1,358 પર લિસ્ટ, 1119ના ઇશ્યૂ પ્રાઇસથી 21% વધુ


