સોમવાર, ઓગસ્ટ 24, 2026

ઈ-પેપર

સોમવાર, ઓગસ્ટ 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયપડધરીના ન્યારા ગામેથી પત્તા ટીંચી રહેલ ૭ ખેલીઓ ઝડપાયા

પડધરીના ન્યારા ગામેથી પત્તા ટીંચી રહેલ ૭ ખેલીઓ ઝડપાયા

ગોંડલના શેમળામાં વરલી ફિચરનો જુગાર રમતો શખ્સ દબોચાયો

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે દારૂ તથા જુગારની બદીઓને ડામી દેવા સૂચના આપી હોય જેને અનુસરીને પડધરી પોલીસે ન્‍યારા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૭ પતા પ્રેમીને રૂા.૪૧,૫૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.

મળતી માહિતી મુજબ પડધરી પોલીસ મથકના પીએસઆઈ એ.એસ.અગ્રાવત સહિતના સ્‍ટાફે ન્‍યારા ગામે બ્રહ્માણીના મંદીર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા રમેશ ભનુભાઈ મકવાણા (ઉ.વ.૫૫) રહે.ન્‍યારા ગામ, નિતીન હંસરાજભાઈ વાડોદરીયા (ઉ.વ.૪૦) રહે.ન્‍યારા ગામ, સરીફ હનીફભાઈ જુણાચ (ઉ.વ.૪૭) રહે.ન્‍યારા ગામ, છગન આંબાભાઈ સિતાપરા (ઉ.વ.૫૮) રહે.ન્‍યારા ગામ, અજય બટુકભાઈ સિતાપરા (ઉ.વ.૩૦) રહે.ન્‍યારા ગામ, કિશોર નાથાભાઈ મુંગરા (ઉ.વ.૫૩) રહે.ન્‍યારા ગામ અને અશ્‍વીન દીલીપભાઈ ઉઘરેજા (ઉ.વ.૪૦) રહે.રાજકોટ રેલનગર મેઈન રોડ વેલરીયા ચોક ઈસ્‍કોન આશરે એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.બી.૫૦૩ ને કુલ કિ.રૂ.૪૧,૫૦૦/- ને મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે પોલીસે શેમળા ગામના પાણીના ટાંકા પાસેથી ચંદુભાઈ ધીરૂભાઈ સોલંકી (ઉ.વ.૩૫) રહે.શેમળાપરા ગામ તા.ગોંડલને જાહેરમા વર્લી મટકાના આંકડા લેતા ઝડપી રોકડ રૂ.૧૮૦/ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર