મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત ક્રાંતિ આંદોલનને હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ તરફથી પણ સમર્થન મળવા લાગ્યું છે. અમેરિકામાં રહેતા ચંદુભાઈએ ખેડૂત આંદોલનના સમર્થનમાં એક વીડિયો બનાવી ખેડૂત આગેવાન હિતેશભાઈ અધારાને મોકલ્યો હતો. વીડિયોમાં તેમણે જેતપરના ખેડૂતોની લડતને ન્યાયસંગત ગણાવી આંદોલન સાથે એકતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભલે તેઓ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં રહેતા હોય, પરંતુ પોતાના વતનના ખેડૂતોના હક અને અધિકાર માટેની આ લડતમાં તેઓ મનથી અને ભાવનાથી સાથે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આંદોલનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિસાદ મળતો હોવાની ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી જેતપર ખેડૂત આંદોલનને રાજ્યભરના ખેડૂતો, વિવિધ આગેવાનો તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓનું સતત સમર્થન મળી રહ્યું છે.


