સોમવાર, જૂન 29, 2026

ઈ-પેપર

સોમવાર, જૂન 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ સામે ગ્રાહકનો આક્ષેપ: વાસી સેન્ડવીચ પીરસાતાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ

રાજકોટમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ સામે ગ્રાહકનો આક્ષેપ: વાસી સેન્ડવીચ પીરસાતાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ

રાજકોટ શહેરની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને વાસી સેન્ડવીચ પીરસવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સેન્ડવીચમાંથી દુર્ગંધ આવતાં ગ્રાહકે તેનો વીડિયો બનાવી સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી.

વીડિયોમાં ગ્રાહકનો આક્ષેપ છે કે જ્યારે તેમણે સેન્ડવીચમાંથી આવતી દુર્ગંધ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને રજૂઆત કરી ત્યારે મેનેજરે તેને ટમેટાની સુગંધ હોવાનું જણાવ્યું હતું. જોકે ગ્રાહકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ સુગંધ નહીં પરંતુ દુર્ગંધ છે.”

વીડિયો બનાવનાર ગ્રાહકે વધુમાં કહ્યું કે, “જો મારો દીકરો આ સેન્ડવીચ ખાઈને બીમાર પડે અને હોસ્પિટલમાં લાખો રૂપિયાનું બિલ થાય તો તેની જવાબદારી કોણ લેશે?” આ મામલે ગ્રાહકે આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે.

આ ઘટનાને લઈને એક વધુ સવાલ પણ ઉભો થયો છે કે, જો સંબંધિત રેસ્ટોરન્ટમાંથી આરોગ્ય વિભાગના અધિકારીઓ જ ભોજન મંગાવતા હોય તો આવી સ્થિતિમાં કાર્યવાહી કોણ કરશે? હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મળતી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા અંગે ચર્ચા અને સવાલો ઉઠી રહ્યા છે.

નોંધ: આ સમાચાર ગ્રાહક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વાયરલ થયેલા વીડિયોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સંબંધિત રેસ્ટોરન્ટ અથવા આરોગ્ય વિભાગ તરફથી આ અંગે સત્તાવાર પ્રતિસાદ મળવાનો બાકી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર