વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સમક્ષ માંગ કરી છે. આખા ગુજરાતના ખેડૂતો અત્યારે જમીન માપણી, જમીનમાં થાંભલા નાખવા સહિતના બાબતોએ આંદોલન કરી રહ્યા છે. સરકાર નિષ્ઠુર બની છે અને કુદરત રૂઠી છે તેમ ચાવડાએ કહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો.
જેતપુર-બગસરા રોડ પરના નવા રણુંજા આશ્રમના મંહતની સ્યુસાઈડ નોટ મળી, કેન્સરથી પીડાતા હોવાથી આત્મહત્યા કરી હોવાનું કબુલ્યું
રણુંજા મંદિરના મહંતનો આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટ સામે આવી છે. જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુના આપઘાતના મામલે ખુલાસો થવા પામ્યો છે. બોરડી સમઢીયાળા અને ખારચિયા વચ્ચે આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો, મહંતના આપઘાત બાદ સુસાઇડ નોટ મળી આવી, સુસાઇડ નોટમાં મહંત છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું અને અસહ્ય પીડાના કારણે આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ. મહંતે સુસાઇડ નોટમાં આશ્રમના સેવકો, ગ્રામજનો અને સંત સમાજનો સહકાર બદલ આભાર વ્યક્ત કરી સૌની માફી પણ માંગી. પગલું પોતાની સ્વેચ્છાએ ભર્યું હોવાનું અને પરિવાર અંગે કોઈ તપાસ ન કરવાની અપીલ પણ કરી. 47 વર્ષથી પરિવારને છોડી દીધા હોવાનો ઉલ્લેખ. બોરડી સમઢીયાળા સરપંચને મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમાન ના સેવા કરતા રામદાસ બાપુને મહંત બંને તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.


