રાજકોટ-જેતપુર ટોલબૂથ અંગે પાટણના ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાઇવે પર ટોલ ટેક્સની ઉઘરાણી અંગે રજૂઆત કરાઈ છે. ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને ટોલ ટેક્સ અંગે સવાલ કર્યા છે. સિક્સલેનનું કામ ધીમી ગતિએ ચાલતું હોવા છતાં ટોલ ટેક્સ કેમ વસુલવામાં આવે છે. પ્રજા સાથે છેતરપિંડી અને લૂંટના આરોપ સાથે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યે રસ્તાની ખસ્તા હાલત અંગે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ખોડલધામ મિટીંગમાં જઈ રહ્યા હતા તે સમયે રસ્તા બાબતે કડવો અનુભવ થયો હોવાનુ કિરીટ પટેલે જણાવ્યુ છે.
બનાસકાંઠા: અંબાજીમાં આદિવાસી મહિલાએ કર્યો આપઘાત
બનાસકાંઠા: અંબાજીમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક મહિલા રાજસ્થાનના જાંબુડી પાંડવા ફળીની રહેવાસી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. અંબાજીના શક્તિધારામાં ક્વાર્ટર ભાડે લઈ દંપતી રહેતું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે આપઘાતનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી. અને હત્યા કે આત્મહત્યા તે બાબતે પ અસંજસતા જોવા મળી રહી છે. હાલ પોલીસે ચારે દિશામાં તપાસ હાથ ધરી ગુનામો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે.


