સોમવાર, મે 18, 2026

ઈ-પેપર

સોમવાર, મે 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે સક્રિય, અંબાલાલ પટેલની મોટી આગાહી; વાવાઝોડા સાથે વરસાદની...

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે સક્રિય, અંબાલાલ પટેલની મોટી આગાહી; વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં 19 મે થી 24 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આંધી, વંટોળ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટાં વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને અનેક શહેરોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું જણાવાયું છે. જોકે આગામી પાંચથી છ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.

ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું આગળ વધી શકે છે. 26 મે આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચવાની શક્યતા છે. સાથે જ જૂનના અંતિમ સપ્તાહથી રાજ્યમાં સારા વરસાદની શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર