ગુરુવાર, મે 14, 2026

ઈ-પેપર

ગુરુવાર, મે 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજ્યમાં આજે પણ યથાવત્ રહેશે ગરમીનો પ્રકોપ

રાજ્યમાં આજે પણ યથાવત્ રહેશે ગરમીનો પ્રકોપ

Gujaratમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે, જોકે આવતીકાલથી લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, કારણ કે પવનની દિશામાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે કચ્છ, Surendranagar અને Rajkot જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ, Ahmedabad, Gandhinagar અને Vadodara સહિતના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશ : દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ

 મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ફટાકડાની એક ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં 3 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 લોકોને વધુ સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે બ્લાસ્ટના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર