બુધવાર, મે 13, 2026

ઈ-પેપર

બુધવાર, મે 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં વિરોધ, ટ્રાફિક કાર્યવાહી અને અકસ્માતથી દિવસભર ગરમાયું શહેર

રાજકોટમાં વિરોધ, ટ્રાફિક કાર્યવાહી અને અકસ્માતથી દિવસભર ગરમાયું શહેર

રાજકોટ : Neet UG પરીક્ષા મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ, કિસાનપરા ચોક ખાતે રસ્તા પર બેસી કર્યો પ્રદર્શન

રાજકોટમાં Neet UG પરીક્ષાનું પેપર લિંક થતા પરીક્ષા રદ કરાઈ હોવાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો હતો. આ મામલે NSUI દ્વારા શહેરના કિસાનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરોએ રસ્તા પર બેસી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા તેમજ નનામી કાઢી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ દરમિયાન કાર્યકરોએ “ભાજપ હાય હાય” તેમજ “ભાજપ જબ ડરતી હૈ તો પોલીસ કો આગે કરતી હૈ” જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. રસ્તા પર પ્રદર્શન થતાં વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.


રાજકોટ : RTO ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ, સરકારી અધિકારીઓને પણ ફટકારાયો દંડ

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરની RTO ઓફિસ ખાતે યોજાયેલી આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર આવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ખાસ ડ્રાઈવમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ સરકારી અધિકારીઓ તેમજ વિવિધ કામસર RTO ઓફિસે આવેલા અરજદારોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું કડક પાલન કરાવવાના પ્રયાસો હાથ ધરાતા લોકોમાં પણ જાગૃતિ ફેલાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત છે અને નિયમ ભંગ કરનાર સામે આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.


રાજકોટ : બાલાજી હોલ પાસે અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

રાજકોટ શહેરના બાલાજી હોલ નજીક અકસ્માત સર્જાતા વિસ્તારમાં દોડધામનો માહોલ સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા.

અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક મદદ માટે દોડધામ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી છે કે નહીં તે અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર