(આઝાદ સંદેશ) રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા આજે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવતા એકઝાટકે 72 જેટલા IASની બદલી અને નવી નિમણૂકનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાપન બાદ કરાયેલા આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓ પણ સામેલ છે.
કલેક્ટરોની બદલી:
આનંદ બાબુલાલ પટેલ: કલેક્ટર કચ્છ-ભુજથી બદલી કરીને કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂક.
સુજીત કુમાર: કલેક્ટર અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર સ્ટેટ ટેક્સ, અમદાવાદ.
ડૉ. સૌરભ ઝમસિંગ પારધી: કલેક્ટર સુરતથી બદલી કરીને ડાયરેક્ટર સિવિલ સપ્લાય, ગાંધીનગર.
ગૌરાંગભાઈ એચ. મકવાણા: કલેક્ટર ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર GEDA, ગાંધીનગર,
સંજય કે. મોદી: કલેક્ટર નર્મદાથી બદલી કરીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર GSTDREIS, ગાંધીનગર.
કિરણ બી. ઝવેરી: કલેક્ટર મોરબીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ.
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ આગ્રે: કલેક્ટર નવસારીથી બદલી કરીને કમિશનર MSME, ગાંધીનગર.
યોગેશ બબનરાવ નિર્ગુડે: કલેક્ટર દાહોદથી બદલી કરીને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર.
અમિત પ્રકાશ યાદવ: કલેક્ટર ખેડા-નડિયાદથી બદલી કરીને એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર.
એન.વી. ઉપાધ્યાય: કલેક્ટર ગીર-સોમનાથથી બદલી કરીને કલેક્ટર ખેડા-નડિયાદ.
પ્રશસ્તિ પારીખ: કલેક્ટર અરવલ્લી-મોડાસાથી બદલી કરીને MD, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર.
ડૉ. (શ્રીમતી) જીન્સી રોય: કલેક્ટર બોટાદથી બદલી કરીને MD, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગાંધીનગર.
અનિલકુમાર રામજીભાઈ રણવાસિયા: કલેક્ટર જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર કચ્છ-ભુજ.
જીતેન્દ્ર એન. વાઘેલા: મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર ગીર-સોમનાથ.
જે.એસ. પ્રજાપતિ: કલેક્ટર વાવ-થરાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર.
એચ.એમ. વોરા: DDO સાબરકાંઠાથી બદલી કરીને કલેકટર બોટાદ.
ડૉ. વિપિન ગર્ગ: કલેક્ટર તાપી-વ્યારાથી બદલી કરીને MD, ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન, ગાંધીનગર.
શાલિની દુહાન: કલેક્ટર ડાંગ-આહવાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા.
ભવ્ય વર્મા: કલેક્ટર વલસાડથી બદલી કરીને કલેક્ટર અમદાવાદ.
નિતિન વી. સાંગવાન: ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગથી બદલી કરીને કલેકટર વલસાડ.
યોગેશ ચૌધરી; મ્યુનિસિપલ કમિશનર વાપીથી બદલી કરીને કલેક્ટર જૂનાગઢ.
તેજસ દિલીપભાઈ પરમાર: મ્યુનિસિપલ કમિશનર જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર સુરત.
દેવ ચૌઘરી મ્યુનિસિપલ કમિશનર નવસારીથી બદલી કરીને કલેક્ટર તાપી-વ્યારા,
ડૉ. નવનાથ કોન્ડીબા ગવહાણે; મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેક્ટર ભરૂચ.
મનીષ ગુરવાની; મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામથી બદલી કરીને કલેક્ટર નવસારી,
સ્વપ્નિલ ખરે; મ્યુનિસિપલ કમિશનર મોરબીથી બદલી કરીને કલેક્ટર મોરબી.
ગંગા સિંહ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરાથી બદલી કરીને કલેક્ટર નર્મદા.
સુરભી ગૌતમ: રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ વડોદરાથી બદલી કરીને કલેક્ટર દાહોદ.
ડૉ. પ્રશાંત જીલોવા: રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અમદાવાદથી બદલી કરીને કલેક્ટર પાટણ.
મિલીંદ બાપના: મ્યુનિસિપલ કમિશનર આણંદથી બદલી કરીને કલેક્ટર અરવલ્લી-મોડાસા,
એન.ડી. પરમાર: જોઈન્ટ ઇલેક્શન કમિશનર SEC થી બદલી કરીને કલેક્ટર ડાંગ-આહવા.
મ્યુનિસિપલ કમિશનરો અને અન્ય નિમણૂકો:
ડી.એન. મોદી: મ્યુનિસિપલ કમિશનર જામનગરથી બદલી કરીને ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર.
મયુર કે. મહેતા: ડાયરેક્ટર સિવિલ સપ્લાયથી બદલી કરીને કલેક્ટર વાવ-થરાદ.
અજય પ્રકાશ: ડાયરેક્ટર GEDA થી બદલી કરીને MD, GETCO, વડોદરા,
ગૌરવ દિનેશ રમેશ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરતથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ.
પ્રભવ જોશી: MD ટુરીઝમથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ.
મિરાંત જતિન પરીખ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદથી બદલી કરીને CEO, AUDA, અમદાવાદ.
જસ્મીન હસરત: DDO મહેસાણાથી બદલી કરીને CEO, GUDA, ગાંધીનગર,
દીપેશ કેડિયા: DDO અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જામનગર,
સંગીતા રાયાણી: મિશન ડાયરેક્ટર GULM થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મોરબી.
આર.એન. ડોડિયા: એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, આણંદ.
એન.એફ. ચૌધરી: MD, UGVCL થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, વાપી.
જે.કે. જાદવ: એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર GSTDREIS થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર.
બી.ડી. દવેરા: CEO, VUDA થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ,
જયેશકુમાર બી. ઉપાધ્યાય; ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નવસારી.
જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની બદલી:
બી.સી. પરમાર: OSD, AMC થી બદલી કરીને DDO બોટાદ.
શિવણી ગોયલ: DDO સુરતથી બદલી કરીને MD, MGVCL, વડોદરા,
શ્રીમતી મમતા હાર્દિક હીરપરા: DDO વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ.
અંકિત પન્નુ: DDO જામનગરથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ.
પુષ્પ લતા: DDO નવસારીથી બદલી કરીને રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ,
અક્ષય બુદાનિયા: DDO બોટાદથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા.
જીવાણી કાર્તિક નાગજીભાઈ: DDO વાવ-થરાદથી બદલી કરીને DDO નવસારી.
જયંત સિંહ રાઠોડ: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સોનગઢથી બદલી કરીને DDO જૂનાગઢ.
પ્રણવ વિજયવર્ગીય; પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વાંસદાથી બદલી કરીને DDO પંચમહાલ-ગોધરા.
કલ્પેશ કુમાર શર્મા: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર છોટાઉદેપુરથી બદલી કરીને DDO વાવ-થરાદ.
નિશા: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ભરૂચથી બદલી કરીને DDO જામનગર.
અંચુ વિલ્સન: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજપીપળાથી બદલી કરીને DDO મહેસાણા.
પાટીલ આનંદ અશોક: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ડાંગ-આહવાથી બદલી કરીને DDO વડોદરા.
દેવેન્દ્ર પ્રકાશ મીના: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર દાહોદથી બદલી કરીને DDO સુરત.
એચ.પી. પટેલ: DDO જૂનાગઢથી બદલી કરીને DDO સાબરકાંઠા.
મહેક જૈન: આસિસ્ટન્ટ કલેક્ટર રાજકોટથી બદલી કરીને DDO અરવલ્લી-મોડાસા.
વિદ્યાસાગર: આસિસ્ટન્ટ કલેક્ટર ધંધુકાથી બદલી કરીને DDO મોરબી.
પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (Tribal Area Sub Plan) ની નિમણૂકો:
વંદના મીના: આસિસ્ટન્ટ કલેક્ટર કેશોદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, મહીસાગર,
હિરેન જિતેન્દ્રભાઈ બારોટ: આસિસ્ટન્ટ કલેક્ટર પેટલાદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, અરવલ્લી-મોડાસા.
રાજેશ કુમાર મૌર્ય: આસિસ્ટન્ટ કલેક્ટર રાધનપુરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, સોનગઢ (તાપી).
સ્વપ્નિલ મહાદેવ સિસલે: આસિસ્ટન્ટ કલેક્ટર ધ્રોલથી બદલી કરીને પ્રોજેક્ટ ઍડમિનિસ્ટ્રેટર, વાંસદા (નવસારી).
ઓમકાર રાજેન્દ્ર શિંદે: આસિસ્ટન્ટ કલેક્ટર નિઝરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, છોટાઉદેપુર.
લેફ્ટનન્ટ કર્નલ અવાટે અમોલ શાંતારામ: આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારકાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, રાજપીપળા (નર્મદા).
પ્રતીક જૈન: આસિસ્ટન્ટ કલેક્ટર મેંદરડાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદ.


