મંગળવાર, માર્ચ 31, 2026

ઈ-પેપર

મંગળવાર, માર્ચ 31, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતપડવલા ઇન્ડસ્ટ્રીઝમાં આઇસર ગાડીમાં ભીષણ આગ, ડ્રાઇવર ઘાયલ

પડવલા ઇન્ડસ્ટ્રીઝમાં આઇસર ગાડીમાં ભીષણ આગ, ડ્રાઇવર ઘાયલ

રાજકોટ નજીક આવેલા પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આજે બપોરના સમયે એક ગંભીર આગની ઘટના સામે આવી છે, જેમાં આઇસર ટ્રાન્સપોર્ટ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ગાડી મુંબઈ જવા માટે પ્રેસ મશીન લઈને નીકળી હતી અને તે દરમિયાન ગાડીની અંદર સાઇડમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. વેલ્ડિંગ દરમિયાન ચિંગારી પડતા અચાનક આગ લાગી હતી અને પળવારમાં જ ગાડીના ભાગમાં ફેલાઈ ગઈ હતી.

આગ લાગ્યા બાદ પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ હતી, કારણ કે ગાડીની ડીઝલ ટાંકી ફાટી જતા આગ વધુ પ્રચંડ બની ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે ગાડીના બંને ટાયર સંપૂર્ણપણે બળી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં ગાડી નજીક ઉભેલા ડ્રાઇવર આગની ઝપેટમાં આવી જતા તેને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તરત જ મદદ માટે આગળ આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ડ્રાઇવરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ શાપર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગના કારણે મોટી આર્થિક નુકસાન થવાનું અનુમાન છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર