સોમવાર, માર્ચ 30, 2026

ઈ-પેપર

સોમવાર, માર્ચ 30, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબીમાં કોંગ્રેસમાં ગૂંચવણ: સસ્પેન્ડ મહામંત્રી રમેશ રબારીનો વિડીયો વાયરલ, જિલ્લા પ્રમુખ પર...

મોરબીમાં કોંગ્રેસમાં ગૂંચવણ: સસ્પેન્ડ મહામંત્રી રમેશ રબારીનો વિડીયો વાયરલ, જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપો

મોરબી જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિવાદ હવે જાહેર મંચ પર આવી ગયો છે. પક્ષ વિરોધી પ્રવૃતિઓ અને શિસ્તભંગના આક્ષેપોને લઈને સસ્પેન્ડ કરાયેલા મહામંત્રી રમેશ રબારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા આ વિડીયોમાં રમેશ રબારીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે શિસ્તભંગ શું કહેવાય તે અંગે પક્ષની અંદર ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે કેટલાક ઉદાહરણો આપી પોતાને વિરુદ્ધ લેવાયેલા નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે.
રબારીએ આક્ષેપ કર્યો છે કે પક્ષની અંદર કેટલાક નેતાઓ દ્વારા વ્યક્તિગત દુશ્મનાવટના કારણે પગલાં લેવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, પાર્ટીમાં વાસ્તવિક શિસ્તભંગ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે નિષ્પક્ષ રીતે અવાજ ઉઠાવનારાઓને નિશાન બનાવવામાં આવે છે.
આ સમગ્ર મામલે મોરબી જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ગરમાવો વધ્યો છે. હાલ પક્ષ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ વાયરલ વિડીયો બાદ કાર્યકરોમાં ચર્ચાઓ તેજ બની છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર