જૂનાગઢઃ આસ્થાના મિની મહાકુંભમાં વિવાદોની હારમાળા
જૂનાગઢમાં આસ્થાના મિની મહાકુંભ સમાન મેળામાં વિવાદોની હારમાળા ચાલુ રહી છે. કીર્તિ પટેલ બાદ હવે મૃગી કુંડમાં સ્નાન મુદ્દે વધુ એક વિવાદ ઉભો થયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત સ્નાન દરમિયાન PI વરીયાએ બેરિકેડિંગ તોડીને મૃગી કુંડમાં ડૂબકી લગાવ્યાનો આક્ષેપ થતાં સવાલો ઊભા થયા છે. માત્ર સાધુ-સંતોને જ સ્નાનની મંજૂરી હોવા છતાં PI વરીયાને એન્ટ્રી કેવી રીતે મળી તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
વડોદરાઃ શહેરની 2 ખાનગી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાઃ શહેરની 2 ખાનગી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઊર્મિ વિધાલય અને ડી.આર.અમીન સ્કૂલને ધમકી મળી. ડી.આર.અમીન સ્કૂલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની બીજીવાર ધમકી આપી. અગાઉ કલેક્ટર કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી.
જૂનાગઢ: મહાશિવરાત્રીના મહામેળાની વિધિવત પૂર્ણાહુતિ
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મહામેળાની વિધિવત પૂર્ણાહુતિ મૃગીકુંડમાં સાધુઓના પવિત્ર સ્નાન સાથે થઈ હતી. પાંચ દિવસ દરમિયાન 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવ ટેમ્પલ ખાતે ઉમટ્યા હતા. મૃગીકુંડમાં સ્નાન પહેલાં ભવનાથ વિસ્તારમાં સાધુઓની ભવ્ય રવેડી નીકળી હતી, જેમાં વિવિધ અખાડાના સાધુઓએ અદભૂત કરતબો દર્શાવતા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.


