ગુજરાતમાં ઠંડી યથાવત, નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
અમદાવાદ: ગુજરાતમાં બુધવારની સરખામણીએ ગુરુવારે પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે, જ્યાં તાપમાન ગઈકાલની માફક 9 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે.
રાજકોટમાં 10.1 ડિગ્રી અને કચ્છના ભૂજમાં 10.2 ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો છે.
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ તાપમાન મુજબ અમદાવાદમાં 14.4, અમરેલીમાં 11.6, વડોદરામાં 15, ભાવનગરમાં 14.6, દમણમાં 15.6, ડીસામાં 11.4, દીવમાં 13.5, દ્વારકામાં 14.6, ગાંધીનગરમાં 13.4, કંડલામાં 13, ઓખામાં 17.2, પોરબંદરમાં 13, સુરતમાં 15.8 અને વેરાવળમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાની શક્યતા છે.


