રવિવાર, ડિસેમ્બર 28, 2025

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 28, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતબનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે જ કાંકરેજના ધારાસભ્યના ધરણા

બનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે જ કાંકરેજના ધારાસભ્યના ધરણા

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભલગામ ટોલ પ્લાઝા ખાતે હાઈવે ઓથોરિટી સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. રોડની ખરાબ હાલત, મોટા ખાડા અને બંધ સ્ટ્રીટ લાઈટની અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે “રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે ધરણા યોજ્યા હતા. આ ધરણામાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંકલન સમિતિની બેઠકોમાં મુદ્દાઓ ઉઠવા છતાં કામ ન થતા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી હતી, જેને લઈને વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર