શુક્રવાર, ડિસેમ્બર 26, 2025

ઈ-પેપર

શુક્રવાર, ડિસેમ્બર 26, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતભરૂચ: આમોદમાં પતંગ ચગાવતા બાળક સાથે અકસ્માત, છત પરથી પડી જતાં ઇજા

ભરૂચ: આમોદમાં પતંગ ચગાવતા બાળક સાથે અકસ્માત, છત પરથી પડી જતાં ઇજા

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં પતંગ ચગાવવાની મજા દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. શહેરના એક વિસ્તારમાં બાળક ઇમારતની છત પર પતંગ ચગાવી રહ્યો હતો તે સમયે અચાનક સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પરિવારજનો તરત જ બાળકને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. બાળકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જોકે સમયસર સારવાર મળતાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે જોઈ લોકોમાં ચિંતા ફેલાઈ છે.
આ ઘટનાએ ફરી એકવાર પતંગ ચગાવતી વખતે બાળકોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. મકરસંક્રાંતિ નજીક આવી રહી હોવાથી વાલીઓએ બાળકોને છત અથવા ઊંચી જગ્યાએ પતંગ ચગાવતી વખતે ખાસ દેખરેખ રાખવાની જરૂર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર