પ્રાપ્તથતી માહિતી અનુસાર મેચમાં એન્ટ્રી ફ્રિ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. કોઈ પણ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનો રહેશે. જિલ્લા પોલીસની હાજરીમાં સ્ટેડિયમનું ચેકિંગ કરાયું છે. ભારતીય ટીમના અનેક સ્ટાર ખેલાડી વનડે મેચ રમશે. જેના પગલે તેમની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદ સહિતના તમામ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 13નવેમ્બર એટલે આવતીકાલથી ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચે વન-ડે મેચ રમાવા જઈ રહી છે. જેના પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે.


