દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે રાજકોટમાં સતર્કતા વધારવામાં આવી છે. શહેરમાં હાઈ એલર્ટ જાહેર થતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા વાહનો તેમજ બિનવારસી બેગ-સામાનનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું.
એસઓજી, ડોગ સ્કવોડ અને અન્ય સુરક્ષા દળોની ટીમોએ સ્ટેશન પર દરેક સંદિગ્ધ વસ્તુની તપાસ કરી મુસાફરોને સલામતી અંગે સુચનાઓ પણ આપવામાં આવી. સુરક્ષા એજન્સીઓ દ્વારા શહેરમાં સતત મોનીટરીંગ જારી રાખવામાં આવ્યું છે.


