મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૫ માં રોડ ખોદી નાખ્યો, કામ ક્યારે કરાશે ? વેપારીઓનો પ્રશ્ન મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નં ૦૫ માં મહાનગરપાલિકા ટીમે રોડ ખોદી નાખ્યો છે પરંતુ કાઈ કામ કરવામાં આવતું નથી ખાડાને કારણે વેપારીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે અને વેપારીઓ પોતાની ઓફીસ, કારખાને જઈ સકતા નથી અને નારાજગી જોવા મળી રહી છે લાતીપ્લોટ શેરી નં ૦૫ અંગે વેપારીઓના જણાવ્યા અનુસાર ૫ દિવસથી લાતીપ્લોટ શેરી નં ૦૫ નો રોડ ખોદી નાખવામાં આવ્યો છે જોકે રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે થોડા મહિના પૂર્વે લાતીપ્લોટના વેપારીઓએ શનાળા રોડ ચક્કાજામ કરી ખરાબ રોડ રસ્તા, ગટર સહિતના પ્રશ્ને આંદોલન કર્યું હતું અને તંત્રએ કામગીરીનું આશ્વાસન આપ્યું હતું હવે રોડ ખોદી નાખવામાં આવ્યા છે કામ ક્યારે કરાશે તે જણાવનાર કોઈ નથી જેથી વેપારીઓમાં રોષ ભભૂક્યો છે
મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૫ માં રોડ ખોદી નાખ્યો, કામ ક્યારે કરાશે ? વેપારીઓનો પ્રશ્ન મોરબી શહેરના લાતીપ્લોટ


