બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ : સોસાયટીના ગેટ સામે જ વીજ સબ સ્ટેશન, રહીશો પરેશાન પીજીવીસીએલ...

રાજકોટ : સોસાયટીના ગેટ સામે જ વીજ સબ સ્ટેશન, રહીશો પરેશાન પીજીવીસીએલ પર ઉઠ્યા સવાલો

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલી બાલાજી કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો છેલ્લા અઢી વરસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ કે પીજીવીસીએલએ સોસાયટીના મુખ્ય ગેટની બહાર જ વીજ સબ સ્ટેશન સ્થાપિત કર્યું છે.

આ અસમંજસભર્યા નિર્ણયથી રહીશોના જીવને જોખમ ઊભું થયું છે અને વાહનોની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે. રહીશોએ અનેકવાર પીજીવીસીએલમાં રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે વીજ સબ સ્ટેશનના કારણે નાના બાળકોને બહાર રમવા દેવામાં પણ ભય રહે છે. ગરમીના દિવસોમાં સબ સ્ટેશનમાંથી નીકળતી ગરમી અને ધ્વનિ પ્રદૂષણથી આસપાસના ઘરોમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.

વિભાગના અધિકારીઓ તરફથી કોઈ જવાબ ન મળતા રહીશો હવે જિલ્લા પ્રશાસન પાસે રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો આ મુદ્દે વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર