ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે. આ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાત વર્ષ પછી ટેસ્ટ શ્રેણી માટે ભારતની મુલાકાતે આવી રહી છે.
ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?
ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની નિવૃત્તિ પછી આ પહેલી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે, અને ટોસ અડધો કલાક વહેલો સવારે ૯ વાગ્યે થશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.


