મોટા શહેર અને વ્યસ્ત રસ્તાઓ પર સામાન્ય જનતા તો રોજ ટ્રાફિકજામનો અનુભવ કરતી હોય છે..પરંતુ પાલનપુરમાં તો ખુદ કૃષિપ્રધાનને પણ ટ્રાફિકજામની સમસ્યા નડી છે. પાલનપુરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિકજામ થતા કૃષિપ્રધાન રાઘવજી પટેલનો કાફલો અટવાયો હતો. પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે જઈ રહેલા રાઘવજી પટેલને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એરોમાં સર્કલ નજીક વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. અનેકવાર રજૂઆત છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું.


