પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ કરાયું બંધ, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ ગયો
સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો હરણાવ નદીના પૂરમાં ધોવાઈ ગયો છે. પોળો ફોરેસ્ટમાં જવાનો મુખ્ય રસ્તો ધોવાતા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે. રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો છે. શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ છે. પોળોમાં બે સ્થળે રસ્તો ધોવાઈ જવા પામ્યા છે. પોળોમાં અનેક વીજળીના પોલ પણ પડી જવા પામ્યા છે. પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. હરણાવ નદીમાં પૂરને લઈ સલામતીને ધ્યાનમાં રાખી બંધ કરાયું.
ભાભરના અબાળા ગામે જૂથ અથડામણના કેસમાં બન્ને જૂથના 27 લોકો સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાના ભાભરના અબાળા ગામે જૂથ અથડામણના કેસમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારના 27 લોકોની સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરપંચના પતિ અને સરપંચના બંને પુત્ર સહિત 16 લોકો વિરોધ નોંધાવી પૂર્વ સરપંચના પરિવારે ફરિયાદ કરાઈ છે. પૂર્વ સરપંચના પુત્ર સહિત 11 લોકો સામે નોંધાવી સરપંચના પરિવારે ફરિયાદ. 24 ઓગસ્ટના દિવસે અગાઉના મન દુઃખના વિવાદમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો આવી ગયા હતા આમને સામને. જૂથ અથડામણમાં સાતથી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત. ભાભર પોલીસે બંને પક્ષને ફરિયાદ લઈ 27 લોકો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.