બુધવાર, જુલાઇ 30, 2025

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટતોલમાપ ખાતાના અધિકારીએ રૂ.25,000ની લાંચ લીધી : સાંસદ મોકરિયાએ પરત અપાવી

તોલમાપ ખાતાના અધિકારીએ રૂ.25,000ની લાંચ લીધી : સાંસદ મોકરિયાએ પરત અપાવી

રાજકોટની ભાગોળે આવેલ એકમના વેપારી પાસેથી બંશીલાલ ચૌહાણ નામના અધિકારીએ લીધેલી લાંચ અંગે રામભાઇ મોકરિયાને જાણ કરતાં ગણતરીની જ મિનિટોમાં રકમ પરત અપાવી અધિકારીનો ઉધડો લીધો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં લાંચિયા અધિકારી સામે અનેક વખત કાર્યવાહી કરવામાં આવી હોય તેમ છતાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય ત્યારે આજે તોલમાપ ખાતાના એક અધિકારી દ્વારા રાજકોટની ભાગોળે આવેલા એકમના વેપારી પાસેથી રૂ.25,000ની લાંચ લેવામાં આવી હતી આ રકમ વેપારીએ લાંચિયા અધિકારીને આપી દીધા બાદ આ અંગે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરતાં તેમણે તુરંત જ અધિકારીનો ઉધડો લીધો હતો અને ગણતરીની જ મિનિટોમાં રકમ પરત અપાવી દીધી હતી. મળતી માહિતી મુજબ રાજકોટની ભાગોળે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક એકમના વેપારી દ્વારા કામ સબબ તોલમાપ
ખાતામાં અનેક અધિકારી અને કર્મચારીને રજૂઆત કરવામાં આવતી હતી દરમિયાન તોલમાપ ખાતાના અધિકારી બંશીલાલ ચૌહાણ દ્વારા કામ સબબ વેપારી પાસેથી રૂ. 25 હજારની લાંચ માગવામાં આવી હતી જેથી વેપારીએ પોતાનું કામ પુરૂ કરવા માટે આ રકમ અધિકારીને આપી દીધી હતી ત્યારબાદ આ અંગે તેઓ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પાસે પહોંચ્યા હતા અને તેમણે આ અધિકારી અંગે રજૂઆત કરી હતી.
સાંસદ રામભાઇ મોકરિયાએ આ સમગ્ર રજૂઆત સાંભળ્યા બાદ અધિકારીનો સંપર્ક કર્યો હતો અને તેમને લાંચ માંગવાનું કારણ પૂછયા બાદ ઉધડો લઇ વેપારીને તુરંત જ આ રકમ પરત આપી દેવાનું કહેતાં ગણતરીની જ મિનિટોમાં વેપારીને તેમની રકમ પરત મળી ગઇ હતી. ત્યારબાદ રાજ્ય સભાના સાંસદ દ્વારા આ અંગે તોલમાપ ખાતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારે કોઇપણ અધિકારી કે કર્મચારી કામ સબબ અરજદારો પાસે લાંચ ન માંગે તેની તાકીદ કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર