તાલાલાના ભોજદે-લુસાળા રોડ ઉપર આવેલ ગીર વ્યૂ ફાર્મહાઉસમાં દરોડો : રિસોર્ટ માલિકની પણ ધરપકડ
(આઝાદ સંદેશ),રાજકોટ: તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તાર અને સીમ વિસ્તારોમાં આવેલા રિસોર્ટ ગુનાખોરીના કેન્દ્રો બની રહ્યા છે. મોટા ભાગે રિસોર્ટમાં નશાકારક પ્રવૃતિ અને આમ નાગરિકોને શરમ ઉપજે એવી પ્રવૃતિઓ ધમધમતી હોવાના કારણે પોલીસે લાલ આંખ કરી છે. અગાઉ એક રિસોર્ટમાં દરોડો પાડી ગોરખધંધા પકડી પાડયા બાદ આજે ફરી દરોડો પાડી ગીર વ્યૂ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માંડીને ઝુમી રહેલા રાજકોટના ભદ્ર સમાજના સાત વેપારીઓ અને એક અન્ય મળીને કુલ આઠને પકડી પાડયા છે.
મળતી મહિતી મુજબ નજીકના દિવસોમાં 25મી ડિસેમ્બર નાતાલ તહેવાર અને એ પછી થર્ટી ફર્સ્ટ તેમજ ન્યુ યર આવી રહ્યા છે. આ સંજોગોમાં દુર દુરથી રિસોર્ટમાં અનેક લોકો આવે છ.કેટલાક રિસોર્ટમાં શરાબ પુરો પાડવામાં આવતો હોવાથી પોલીસ પણ સજાગ બની છે. આજે ઉપરોકત રિસોર્ટમાં દરોડો પાડતા એ જગ્યાએથી રાજેશ હિમતલાલ આડેસરા (ઉ.વ.42) સોની વેપારી, રહે રાજકોટ, દીનેશ લક્ષ્મીચંદ ખીચડિયા, સોની વેપારી, (ઉવ.51) રહે રાજકોટ, પ્રિન્સભાઈ જીતેન્દ્રભાઈ રામપરિયા રહે.રાજકોટ, પરેશ મનસુખલાલ લાઠીગરા રહે રાજકોટ સોની વેપારી, હિતેશ ભોગીલાલ ચોકસી ઉવ.46 સોની વેપારી રહે. રાજકોટ મધુવન લક્ષ્મીવાડી શેરી નંબર -7- 13, સોની વેપારી મહમદ હાજી નુરઈસ્લમ શેખ મુળ આગ્રા દાહા, બર્ધમાન 5.બંગાળ હાલ રાજકોટ, રાજ અતુલભાઈ દંગી (ઉવ.21) કંસારા વેપારી, રહે રાજકોટ, પરબતભાઈદેવશીભાઈ વાળા રહે. ઉકળીયા તા.વેરાવળ (રિસોર્ટ ફાર્મ સંચાલક)ની ધરપકડ કરી છે આ ઉપરાંત સ્થાનિક જગ્યાએથી શરાબની બોટલ, ખાલી ગ્લાસ, ડીસ, સહિતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.