મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે MSSC શરૂ કરી દીધું છે. 7.5 ટકાનું જબરદસ્ત વ્યાજ પણ મળી રહ્યું છે, આ શોર્ટ ટર્મ સ્કીમનો લાભ લેવા માટે 31 માર્ચ 2025 સુધી અરજી કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વર્ષ 2023માં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના (એમએસએસસી)ની શરૂઆત કરી હતી. 3 ડિસેમ્બરે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે, 10 ઓક્ટોબર, 2024 સુધી આ યોજના હેઠળ 43,30,121 ખાતા ખોલવામાં આવ્યા છે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે.
એમએસએસસી હેઠળ જો કોઇ મહિલા ઇચ્છે તો તે પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. જો યુવતી સગીર હોય તો આ કિસ્સામાં યુવતીના પરિવારના સભ્ય અથવા વાલી તેના નામે ખાતું ખોલાવી શકે છે. તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે.
યોજનાની કેટલીક ખાસ વિશેષતાઓ
આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ ૨ લાખ રૂપિયા છે. તેનો સમયગાળો બે વર્ષનો છે. આ સ્કીમમાં તમને વાર્ષિક 7.5 ટકા રિટર્ન મળશે, જે દર ત્રણ મહિને તમારા ખાતામાં જમા થશે.
આ રીતે ઉપાડી શકશો પૈસા
ખાતું ખોલાવ્યાના 6 મહિના પછી પણ તમે તમારા પૈસા ઉપાડી શકો છો. અગાઉ ખાતાધારકના મૃત્યુ પર અથવા કટોકટીની સ્થિતિનું કારણ જણાવીને ખાતામાંથી પૈસા ઉપાડી શકાતા હતા. સામાન્ય રીતે બે વર્ષ પૂર્ણ થયા બાદ સમગ્ર નાણાં વ્યાજ સાથે ખાતામાં જમા થઇ જતા હોય છે.
ખાતું ખોલાવવું પણ ખૂબ જ સરળ છે
એમએસએસસી માટે ખાતું ખોલવું પણ ખૂબ જ સરળ છે. આ માટે તમારે પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઇને એકાઉન્ટ ખોલાવવા અને આધાર, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે ફોર્મ ભરવાનું રહેશે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમે આ યોજના માટે દરેક બેંકમાં ખાતું ખોલી શકતા નથી. પસંદગીની બેન્કોમાં બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, પીએબી અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો