કટિહારના એક ગામમાં લોકો વડાપ્રધાનને ભગવાન રામનું સ્વરૂપ માને છે. ગામના લોકો તેમની પૂજા કરે છે અને આજે કેક કાપીને અને તિલક લગાવીને તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
બિહારના કટિહારમાં એક એવું ગામ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘પ્રભુ શ્રી રામ’નો અવતાર માનવામાં આવે છે. આ કારણથી ગ્રામજનોએ હનુમાન મંદિરની બાજુમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા સ્થાપિત કરી છે. એટલું જ નહીં, મોદીના ચાહકોના ગ્રુપ દ્વારા આ ચોકને ‘મોદી ચોક’ નામ આપવામાં આવ્યું છે. દેશની રાજનીતિમાં “મોદી મેજિક”ની અસર છે કે નહીં તે ચર્ચાનો વિષય હોઈ શકે છે, પરંતુ દેશના ઘણા ક્ષેત્રોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ક્રેઝ ઘણો વધારે છે.
આજે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, અમે તમને બંગાળને અડીને આવેલા કટિહાર જિલ્લાના ગામ સિંગરોલ આનંદપુરની ઘણી સુંદર તસવીરો રજૂ કરી રહ્યા છીએ. આ તસવીરો જોઈને તમે પણ સમજી શકશો કે લોકોમાં વડાપ્રધાનનો ક્રેઝ છે. ગ્રામજનોએ ટીન સેટમાંથી બનેલા મંદિરમાં હનુમાનજી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માટીની મૂર્તિ પણ સ્થાપિત કરી છે. ગામલોકો તેમને ભગવાન શ્રી રામનો અવતાર માને છે. આટલું જ નહીં તે રોજ પૂજા કરે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે ગ્રામજનોએ નરેન્દ્ર મોદીની મૂર્તિની આરતી કરી હતી અને શંખ પણ વગાડ્યો હતો.કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી.
ગામના લોકો તેમના વડાપ્રધાનના જન્મદિવસની ધામધૂમથી કેક કાપીને ઉજવણી કરી રહ્યા છે. આ ગામના રહેવાસી અરવિંદ સાહ અને પોલી દેવીનું કહેવું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ ગામમાં વીજળી, રસ્તા, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ આ લોકો સુધી પહોંચી છે. તેથી, છેલ્લા 8 વર્ષથી, ગામલોકો તેમને ભગવાન શ્રી રામનો અવતાર માને છે અને મંદિરમાં તેમની મૂર્તિ હનુમાનજીની બાજુમાં મૂકીને તેમની પૂજા કરે છે.
પંચાયત પ્રમુખ લાલન વિશ્વાસનું કહેવું છે કે આ ગામના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એટલા ક્રેઝી છે કે કેટલાક લોકોએ પોતાના બાળકોના નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખ્યા છે. આવી સ્થિતિમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, આ ગામના ગ્રામજનો ઈચ્છે છે કે વડા પ્રધાન લાંબું જીવે અને વધુ સારી ઉર્જા સાથે દેશ અને સમાજની સેવા કરે. તેમજ આ ગામના દિવાના લોકોની ઈચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર તેમને મળવા આવે.